મિત્રની હત્યા બાદ કર્યા 300 ટુકડા, લાશની સામે BF સાથે માણ્યું શરીરસુખ, આ રીતે આપ્યો અંજામ

Actress Maria Susairaj : કન્નડ ફિલ્મોમાં અભિનેત્રી હતી આ યુવતી પણ બોલિવૂડમાં નામ કમાવવા મુંબઈ આવી અને કરી નાખ્યો કાંડ.

મિત્રની હત્યા બાદ કર્યા 300 ટુકડા, લાશની સામે BF સાથે માણ્યું શરીરસુખ, આ રીતે આપ્યો અંજામ

Actress Maria Susairaj : કન્નડ ફિલ્મ ઉદ્યોગમાં વર્ષ 2008માં એક હત્યાની ઘટના બની જેણે આખા દેશને હચમચાવી નાખ્યો. તે હત્યા મારિયા સુસાઈરાજ નામની કન્નડ અભિનેત્રીએ કરી હતી. મારિયાએ તેના મિત્રના શરીરને 300 ટુકડાઓમાં કાપી નાખ્યું અને તેના મૃત શરીરની સામે તેના બોયફ્રેન્ડ સાથે સેક્સ કર્યું. જ્યારે આ ભયાનક હત્યાનું રહસ્ય ખુલ્યું ત્યારે બધા ચોંકી ગયા. અને પછી મારિયા સુસાઈરાજે કરેલા ખુલાસા હૃદયદ્રાવક હતા.

કોણ હતી મારિયા સુસાઈરાજ ?

મારિયા સુસાઈરાજ કન્નડ ફિલ્મોમાં અભિનેત્રી હતી પરંતુ તે બોલિવૂડમાં નામ કમાવવા માંગતી હતી. એટલા માટે તે પોતાનું નસીબ અજમાવવા મુંબઈ આવી. મારિયાનો પરિવાર તેના અભિનયમાં જોડાવાની વિરુદ્ધ હતો પરંતુ તેણી બળવો કરીને બેંગ્લોર ગઈ અને ઘણી મહેનત પછી આખરે તેને કન્નડ ફિલ્મોમાં કામ મળ્યું. પરંતુ મારિયાની ઇચ્છા પ્રાદેશિક સિનેમામાં નહીં પરંતુ મુખ્ય પ્રવાહના સિનેમામાં પોતાનું નામ બનાવવાની હતી. એટલા માટે તે બોલીવુડમાં કામ કરવા માટે મુંબઈ આવી હતી.

નીરજ ગ્રોવર સાથેની મુલાકાત અને પછી….

કન્નડ અભિનેત્રી મારિયાએ મુંબઈમાં ઓડિશન આપવાનું શરૂ કર્યું, અને આ સમય દરમિયાન તેની મુલાકાત નીરજ ગ્રોવર સાથે થઈ જે બાલાજી પ્રોડક્શન હાઉસમાં કામ કરતો હતો. આ સમય દરમિયાન બંનેએ પોતાના ફોન નંબરોની આપ-લે કરી. નીરજ ગ્રોવરે મારિયાને ઓડિશન આપવામાં મદદ કરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે મારિયા સુસાઈરાજ અને નીરજ ગ્રોવર નજીક આવવા લાગ્યા. જોકે મારિયા પહેલાથી જ મૈસુરના જેરોમ મેથ્યુ સાથે સંબંધમાં હતી. તે ભારતીય સેનામાં લેફ્ટનન્ટ હતા અને તે સમયે પુણેમાં પોસ્ટેડ હતા.

નીરજ સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહી મારિયા સુસાઈરાજ અને પછી…..

મારિયા સંપૂર્ણપણે મુંબઈ શિફ્ટ થઈ ગઈ અને પછી નીરજ ગ્રોવર સાથે તેના ઘરે રહેવા લાગી. નીરજે મારિયા પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો હતો પણ મારિયાએ તેને ફક્ત પોતાનો મિત્ર ગણાવ્યો. તેણીએ તેના બોયફ્રેન્ડ જેરોમ મેથ્યુને પણ આ જ વાત કહી હતી કે નીરજ ફક્ત તેનો મિત્ર છે. તે તેને એકતરફી પ્રેમ કરે છે. જ્યારે મારિયા તે સમયે નીરજ સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી હતી. પરંતુ થોડા દિવસો પછી મારિયા નીરજનો ફ્લેટ છોડીને બીજી જગ્યાએ શિફ્ટ થઈ ગઈ.

રાત્રે મદદ કરવા ગયો નીરજ અને પછી પાછો જ ન ફર્યો

આ તરફ એક દિવસ નીરજ રાત્રે તેના મિત્રોને કહીને નીકળી ગયો કે તે મારિયાને શિફ્ટિંગમાં મદદ કરી રહ્યો છે. પરંતુ જ્યારે નીરજ ગ્રોવર બીજા દિવસે સવારે પાછો ન ફર્યો, ત્યારે તેના મિત્રોએ તેના નંબર પર ફોન કર્યો. મારિયાએ ફોન ઉપાડ્યો અને કહ્યું કે, તે રાત્રે 1.30 વાગ્યે નીકળી ગયો છે. પણ નીરજનો ક્યાંય પત્તો લાગ્યો નહીં. નીરજના પરિવાર અને મિત્રોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. આ પછી પોલીસે નીરજ ગ્રોવરનો ફોન જપ્ત કર્યો અને તેની શોધ શરૂ કરી. આખા મુંબઈમાં તેના પોસ્ટર ચોંટાડવામાં આવ્યા હતા પણ નીરજનો કોઈ પત્તો નહોતો. પરિવાર ખૂબ જ પરેશાન હતો. પરંતુ પછી પોલીસને મોબાઈલ ટાવરના રેકોર્ડમાંથી એક સંકેત મળ્યો, ના કારણે પહેલી શંકા મારિયા સુસાઈરાજ પર પડી.

મોબાઈલ ટાવરના રેકોર્ડમાંથી મળ્યો સંકેત

પોલીસે મારિયાની તપાસ શરૂ કરી અને તેને દેખરેખ હેઠળ રાખી. તપાસ દરમિયાન ચોંકાવનારા રહસ્યો પ્રકાશમાં આવ્યા. નીરજ ગુમ થયા પછી મારિયા અને તેના બોયફ્રેન્ડ જેરોમ મેથ્યુ વચ્ચે હજારો ફોન કોલ્સ થયા હોવાનું પણ પ્રકાશમાં આવ્યું. બાદમાં જ્યારે પોલીસે મારિયાના મકાનના ચોકીદારની પૂછપરછ કરી ત્યારે ખબર પડી કે મારિયા અને જેરોમ રાત્રે એક બેગમાં ભારે સામાન લઈ જતા જોવા મળ્યા હતા. આનાથી પોલીસને શંકા ગઈ કે કંઈક ગૂંચવણભર્યું બન્યું છે.

મારિયા અને જેરોમની ધરપકડ

આ તરફ ચોંકવાનારા ખુલાસા બાદ મારિયા અને જેરોમની ધરપકડ કરવામાં અવકી હતી. કડક પૂછપરછ દરમિયાન મારિયા સુસાઈરાજ ભાંગી પડી અને તેણે ચોંકાવનારા ખુલાસા કર્યા. મારિયાએ જણાવ્યું કે, નીરજની હત્યા 8 મેના રોજ જ થઈ હતી. જેરોમને શંકા હતી કે, મારિયા પ્રત્યે નીરજનો ઇરાદો બરાબર નથી. તે અચાનક મારિયાના ઘરે પહોંચ્યો અને જોયું કે નીરજ તેના પલંગ પર હતો. બંને વચ્ચે મોટો ઝઘડો થયો અને આ ઝઘડામાં જેરોમે નીરજ પર છરીઓ વડે હુમલો કર્યો

નીરજના મૃતદેહ સામે જ સંબંધો બાંધ્યા

હત્યા બાદ મારિયા અને જેરોમ મેથ્યુએ નીરજના શબ સામે ઘણી વખત સેક્સ કર્યું અને પછી શરીરને 300 ટુકડા કરી નાખ્યા. તેણે તે ટુકડાઓ એક થેલીમાં ભરી દીધા અને પછી રસ્તામાં એક નિર્જન જગ્યાએ પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી. આ દરમિયાન નીરજનો ફોન મારિયાના ખિસ્સામાં જ રહ્યો. ફોન વાગતાની સાથે જ મારિયાએ ખિસ્સામાંથી ફોન કાઢ્યો કે કોણ ફોન કરી રહ્યું છે. પરંતુ આ પ્રક્રિયામાં ભૂલથી કોલ રિસીવ થઈ ગયો અને આ હત્યા પ્રકાશમાં આવી. આ કેસમાં મારિયા સુસાઈરાજને 3 વર્ષની સજા ફટકારવામાં આવી હતી અને જેરોમ મેથ્યુને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

.