અમૂલ ઉદ્યોગના વધું એક કર્મચારીએ જીવન ટૂંકાવ્યું, દર્દભરી સુસાઈડ નોટમાં જણાવ્યુ મોતનું કારણ !

રાજકોટની અમૂલ ઈન્ડસ્ટ્રીઝના વધુ એક કર્મચારીએ આત્મહત્યા કરી છે, આ આત્મહત્યાનું કારણ છે કે કર્મચારીઓને લાંબા સમયથી પગાર આપવામાં આવ્યો નથી, આ કારણે કંપનીના ક્રમચારી હરેશ હેરભાએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. તેમની પાસેથી એક સ્યુસાઈડનોટ પણ મળી આવી છે.

અમૂલ ઉદ્યોગના વધું એક કર્મચારીએ જીવન ટૂંકાવ્યું, દર્દભરી સુસાઈડ નોટમાં જણાવ્યુ મોતનું કારણ !

એક વર્ષથી પગાર નહિ મળતા અને ખોટી રીતે તમિલનાડુ બદલી કરતા કર્મચારીએ કરી હતી આત્મહત્યા.

આ સ્યુલાઈડ નોટમાં સ્પષ્ટપણે કંપનીના માલિકો અને ભાગીદારોને લીધે આ પગલું ભર્યુ હોવાનો ચોખ્ખો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કંપનીના કર્મચારીએ આર્થિક સંકડામણને કારણે આ પગલું ઉપાડ્યું હતું, છેલ્લા ઘણા મહિનાઓથી કંપનીએ પગાર ચૂકવ્યો ન હોવાના કારણે આ કારમી મોંઘવારીમાં જીવન ટૂંકાવ્યું હતું.

મળતા અહેવાલ પ્રમાણે મૃતકના ભાઈએ ગંભીર આરોપ લગાવ્યો હતો કે કંપનીએ હરેશ હેરભાની ખોટી રીતે તમિલનાડું બદલી કરી હતી.

કર્મચારીના આપઘાત કેસમાં અમૂલ ઈન્ડસ્ટ્રીઝના માલિક અને ભાગીદારો સામે ફરિયાદ દાખલ. આ પહેલા પણ કંપનીના બે કર્મચારીઓએ આત્મહત્યા કરી હતી. આ કર્મચારીઓના નામ વિક્રમ બકુત્રા, અનિલ વેગડા છે. આજે વધુ એક કર્મચારીએ આત્મહત્યા કરી લીધી છે.

તો બીજી તરફ સિવિલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર અમૂલ કંપનીના કર્મચારીઓ એકઠા થયા હતા અને ભારે રોષ ઠાલવ્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે અંદાજીત 400 કર્નચારીઓના રૂપિયા હજુ પણ કંપનીએ ચૂકવ્યા નથી, ત્યારે આ કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરીને ન્યાયની માંગ કરી હતી.