અરે બાપ રે, હોળી પહેલા ભાગ્યશ્રી સાથે થયો મોટો અકસ્માત, માથા પર આવ્યા 13 ટાંકા- હોસ્પિટલમાંથી સામે આવી તસવીરો

સલમાન ખાનની હિરોઈન ભાગ્યશ્રી સાથે થયો મોટો અકસ્માત, સર્જરી બાદ આવ્યા 13 ટાંકા; હાલત જોઈને રડી પડશો, જુઓ નીચે

બોલિવૂડ અભિનેત્રી ભાગ્યશ્રીને લઇને મોટા સમાચાર આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભાગ્યશ્રીને તાજેતરમાં પિકલબોલ રમતી વખતે ગંભીર ઈજા થઈ હતી, જેના પછી તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી. ઈજાને કારણે અભિનેત્રીને માથામાં ઊંડો ઘા થયો હતો. અભિનેત્રીને તાત્કાલિક સર્જરી કરાવવી પડી અને તેને કપાળ પર 13 ટાંકા આવ્યા છે.

અરે બાપ રે, હોળી પહેલા ભાગ્યશ્રી સાથે થયો મોટો અકસ્માત, માથા પર આવ્યા 13 ટાંકા- હોસ્પિટલમાંથી સામે આવી તસવીરો

હોસ્પિટલના બેડ પર પડેલી અભિનેત્રીના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. અત્યાર સુધી ભાગ્યશ્રી કે તેમના પરિવારે સ્વાસ્થ્ય વિશે કોઈ માહિતી આપી નથી. ઇન્સ્ટાગ્રામ પર વિરલ ભયાણીએ શેર કરેલી તસવીરોમાં, તે હોસ્પિટલના બેડ પર પડેલી જોવા મળે છે, જ્યાં ઓપરેશન પછી તેની સારવાર ચાલી રહી છે. બીજી એક તસવીરમાં, સર્જરી પછી ભાગ્યશ્રી હસતી અને કેમેરા સામે પોઝ આપતી જોવા મળે છે.

અરે બાપ રે, હોળી પહેલા ભાગ્યશ્રી સાથે થયો મોટો અકસ્માત, માથા પર આવ્યા 13 ટાંકા- હોસ્પિટલમાંથી સામે આવી તસવીરો

તેના કપાળ પર ઊંડો ઘા સ્પષ્ટ દેખાય છે. અભિનેત્રીના માથા પર પાટો પણ બાંધેલો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રીને પિકલબોલ રમતી વખતે ઈજા થઈ હતી. ભાગ્યશ્રીની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ચાહકોએ ઘણી ટિપ્પણીઓ કરી. બધાએ તેમના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી. કોઈએ લખ્યું, “ભગવાન તમને જલ્દી સ્વસ્થ કરે,” જ્યારે બીજા યુઝરે કહ્યું, “ખૂબ જ દુઃખદ, તમારી સંભાળ રાખો.”

અરે બાપ રે, હોળી પહેલા ભાગ્યશ્રી સાથે થયો મોટો અકસ્માત, માથા પર આવ્યા 13 ટાંકા- હોસ્પિટલમાંથી સામે આવી તસવીરો

જણાવી દઈએ કે ભાગ્યશ્રીએ ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મમાં તે સલમાન ખાન સાથે જોવા મળી હતી. બંનેની પહેલી ફિલ્મ બ્લોકબસ્ટર રહી હતી. આ પછી અભિનેત્રી કેટલીક ફિલ્મોમાં જોવા મળી, પછી તેણે હિમાલય દાસાની સાથે પ્રેમ લગ્ન કર્યા અને તે લાંબા સમય સુધી અભિનયથી દૂર રહી. જો કે, હવે અભિનેત્રીએ ઘણી દક્ષિણ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જણાવી દઈએ કે અભિનેત્રીને લગ્ન બાદ એક પુત્ર અને એક પુત્રી છે.