સાળાએ કહ્યું કે, “જીજાજીએ મારી બહેનને નોકરાણીની જેમ કામ કરાવીને મારી નાખી છે” જયારે હકીકત સામે આવી તો પગ નીચેથી સરકી ગઈ જમીન.. વાંચો..!

રોજબરોજ પારિવારિક મામલાઓ ખુબ જ વધતા જાય છે, સવાર પડી નથી કે કોઈ પરિવારમાં ઘરેલું ઝગડા અને કંકાસ શરુ થયો નથી. પરતું આવી ઘટનાઓ ઓછી થવાને બદલે અત્યારે વધી રહી છે કારણ કે કોઈ વ્યક્તિને સહેજ પણ ઘસારો સહન કરવો નથી અને એશ આરામની જિંદગી બેઠા બેઠા જીવવી છે. અત્યારે મધ્યપ્રદેશના ગ્વાલિયરથી ખૂબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ખેડાપતિ એપાર્ટમેન્ટના 201 નંબરના ફ્લેટમાં સિદ્ધાર્થ પરમાર તેની 21 વર્ષની પત્ની સપના સાથે રહેતો હતો. સિદ્ધાર્થ રાઈઝીંગ કોચિંગ ક્લાસીસ નામનો ટ્યુશન ચલાવતો હતો. આ ટ્યુશન થાંટીપુર વિસ્તારમાં આવેલું છે.

સાળાએ કહ્યું કે, “જીજાજીએ મારી બહેનને નોકરાણીની જેમ કામ કરાવીને મારી નાખી છે” જયારે હકીકત સામે આવી તો પગ નીચેથી સરકી ગઈ જમીન.. વાંચો..!

સિદ્ધાર્થ તેની મહિલા મિત્ર સાથે આ ટ્યુશન ક્લાસીસમાં ભાગીદારી પણ ધરાવતો હતો. તે સવારના લગભગ 7:30 વાગ્યા આસપાસ પોતાના ટ્યુશન ઉપર ચાલ્યો ગયો હતો. જ્યારે તેની પત્ની સપના ઘરે એકલી હતી. તેણે લગભગ 8:15 આસપાસ તેની પત્નીને ફોન કર્યો હતો. પરંતુ તેની પત્નીએ ફોન ઉપાડ્યો નહી.

ત્યારે સિદ્ધાર્થને થયું કે, તેની પત્ની કોઈ કામ કરવામાં વ્યસ્ત હશે એટલા માટે ફોન ઉચકતી નથી. પરંતુ સવારના 10:00 વાગ્યા આસપાસ ગામડે રહેતા તેના બા બાપુજીએ ફોન કરીને સિદ્ધાર્થ ને કહ્યું કે, સપના શા માટે ફોન ઉંચકતી નથી. સપનાએ તેના બાપુજીનો પણ ફોન ઉચક્યો નહીં. ત્યારે સિદ્ધાર્થને કંઈક ઉંધી જ શંકા જવા લાગી હતી.

તે તેના દરેક કામોને પડતા મૂકીને પોતાને ઘરે દોડી ગયો હતો અને ત્યાં જઈને જોયું તો દરવાજો અંદરથી લોક હતો. વારંવાર દરવાજો ખટખટ આવવા પણ સપનાએ દરવાજો ખોલ્યો નહીં અને અંતે આ દરવાજાને તોડીને સિદ્ધાર્થ અંદર પ્રવેશી ગયો હતો. અંદર જઈને એણે જોયું તો તેની પત્નીએ લટકીને આપઘાત કરી લીધો હતો.

બસ આ દ્રશ્ય જોતાની સાથે જ તેના મોઢામાંથી ચીસો ફાટી નીકળી હતી. આ ઘટનાની જાણકારી પોલીસની ટીમને પણ આપવામાં આવતા પોલીસ પણ ફોરેન્સિક એક્સપર્ટને સાથે લઈને ત્યાં પહોંચી ગઈ હતી. અને જરૂરી તપાસ પણ શરૂ કરી દેવામાં આવી હતી. જ્યાં સપનાએ કબાટમાં મુકેલા કપડા વચ્ચેથી એક અંતિમ નોટ પણ મળી આવી હતી.

જેમાં તેણે લખ્યું હતું કે તેના પતિ સિદ્ધાર્થ અને તેના લગ્ન તો થયા છે, પરંતુ આ લગ્નજીવન ખૂબ જ અવ્યવસ્થિત રીતે ચાલતું હતું. સિદ્ધાર્થ ક્યારેય તેની પત્ની સાથે વાતચીત કરવામાં ખુશ ન હતો. આ ઉપરાંત સિદ્ધાર્થને તેના ટ્યુશનમાં પાર્ટનરશીપ ધરાવતી મહિલા મિત્ર સાથે પ્રેમ સંબંધ હોવાની તેને શંકા હતી.

હવે તેને જિંદગી જીવીને કશું કામ નથી તેમ કહીને તેણે આપઘાત કરી લીધો હતો. જ્યારે સપનાના આપઘાતના સમાચાર તેના પિયર પક્ષ સુધી પહોંચ્યા ત્યારે પિયરથી સૌ કોઈ લોકો ત્યાં આવી પહોંચ્યા હતા. સપનાના ભાઈ કુલદીપનું કહેવું છે કે, અમે સપના દીદીને લગ્નમાં દસ લાખ રૂપિયાની સાથે સાથે એક મોટી ગાડી પણ આપી હતી.

આ ઉપરાંત પણ તેના જીજાજી સિદ્ધાર્થ મારી બહેન સપનાને ખૂબ જ હેરાન પરેશાન કરતા હતા. સપનાએ મને મેસેજ કરીને પણ જણાવ્યું હતું કે, તારા જીજાજીએ મને નોકરાણી બનાવીને રાખી છે. અને એક દિવસ જરૂર તે મારો જીવ લઈ લેશે અને અત્યારે મારી બહેને આપઘાત કરીને જીવન ટુંકાવી દીધો છે. તેમનું એક માત્ર કારણ મારા જીજાજી છે.

સાળાના મોઢેથી આ શબ્દો સાંભળીને જીજાજી નાં હોશ છૂટી ગયા હતા. આ સાથે સાથે સપનાએ તેના અંતિમ નોટમાં લખ્યું છે કે મારા સસરા પણ જયારે ગામડેથી અહિયાં રેહવા માટે આવે છે. ત્યારે તેઓ દારુ પીઈને આવે છે. એક દિવસ ઘરે તે એકલી હતી અને તેના સસરા દારુ પીઈને આવ્યા અને તેની પાસે આવીને તેણે સસરાના માન મર્યાદા માટે ખેંચેલી લાજને ઉંચી કરીને બોલ્યા હતા કે,

તારો ચેહરો તો મને દેખાડ.. આ ઉપરાંત સપનાના માતા પિતાએ ભેગા મળી સિદ્ધાર્થ સામે ગુનો નોંધાયો છે કે, તેઓએ તેમની દીકરીને મોતને ઘાટ ઉતારવા માટે દબાણ આપ્યું છે. હાલ આ મામલાને લઈને જરૂરી તપાસ શરૂ કરવામાં આવી છે પરંતુ આપઘાત પાછળના ચોક્કસ કારણોમાં શું શું ખુલાસો થશે એ તો આવનારો સમય જ નક્કી કરશે પરતું અત્યારે ભારે ચકચારનો માહોલ સર્જાઈ ગયો છે. source – dharmikofficial