બીપોરજોય એ ભારે તબાહી મચાવી, ભારે પવનને કારણે દ્વારકામાં વૃક્ષો, હોર્ડિગસ અને પતરાના શેડ ઉડ્યા…

વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. ભારે પવનના પગલે રસ્તા પરના વૃક્ષો, હોર્ડિગસ અને પતરાના શેડ પણ પડી ગયા છે. ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાનું લેન્ડફોલ થઇ ગયું છે. વાવાઝોડાના લેન્ડફોલ પહેલા અને બાદ દરિયાકાંઠાના વિસ્તારોની સ્થિતિ ઘણી જ ભયાનક બની છે. લેન્ડફોલ બાદ ત્યાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

બીપોરજોય એ ભારે તબાહી મચાવી, ભારે પવનને કારણે દ્વારકામાં વૃક્ષો, હોર્ડિગસ અને પતરાના શેડ ઉડ્યા…

આ પરિસ્થિતિ બને તે પહેલા જ તંત્ર દ્વારા દરિયાકાંઠે રહેતા લોકોનું સ્થળાંતરણ કરાવી દીધું હતુ. જોકે, આ વાવાઝોડા બાદ પોરબંદર, દ્વારકા, જખૌમાં આખી રાત ભારે પવન ફૂંકાયો હતો અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસ્યો હતો. આ સાથે ભારે પવનને કારણે અનેક વિસ્તારોમાં વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થયા છે. જ્યારે 940 ગામડાઓમાં અંધારપટ છવાયો હતો.

જખૌ અને નલિયામાં વાવાઝોડાની અસરથી આખી રાત ભારે પવન ફૂંકાયો હતો. જ્યારે વહેલી સવારથી સૂસવાટાભેર પવન સાથે વરસાદ પણ થયો હતો. આ પવનના કારણે અનેક વિસ્તારોમાં વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થયા હતા. પોરબંદર જિલ્લામાં બિપોરજોયને કારણે રાતથી ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં લાઇટ ગુલ થઇ ગઇ હતી.

શહેરમાં અનેક જગ્યાઓ પર વૃક્ષો ધકાશાયી થવાની ઘટના બની છે. જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વાવાઝોડાની મોટી અસર દ્વારકા પર પણ પડી છે. વાવાઝોડાના પગલે દ્વારકાની બજારમાં અસર દેખાઇ છે. વિશાળ હોર્ડિગ્સ અને દુકાન પરના સેટ ફંગોડાઇ ગયા હતા. ભારે પવનના પગલે રસ્તા પર હોર્ડિગસ અને પતરાના શેડ પણ પડ્યા હતા.

શહેરમા વહેલી સવારથી વરસાદ સાથે પવન ફૂંકાઇ રહ્યો છે. આજ સવારથી રાજકોટ અને ગોંડલ તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં પણ સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન આવતા વૃક્ષો પણ ધરાશયી થયા છે. રાજકોટ શહેરના અનેક મુખ્ય રસ્તાઓ પર પણ પાણી ભરાયા છે. જેના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.

કચ્છમાં બીપોરજોઈ વાવાઝોડું અથડાયા બાદ પોરબંદર જિલ્લામાં પણ તેની અસર જોવા મળી રહી છે.જખૌ દરિયા કાંઠે વાવાઝોડાની લેન્ડફોલની પ્રક્રિયા બાદ પોરબંદરમાં ‌ભારે ફૂંકાયો હતો.પોરબંદરની ચોપાટી ખાતે વ્યક્તિ ઊભી ન શકે તે પ્રકારનો ભારે તેજ પવન જોવા મળ્યો હતો.પોરબંદરનો દરિયામા ભારે તોફાન જોવા મળી રહ્યું છે અને ઉંચા મોઝા ઉછળતા જોવા મળી રહ્યા છે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 16મીએ સૌરાષ્ટ્ર અને કચ્છ, ઉત્તર ગુજરાત પ્રદેશ અને દક્ષિણ રાજસ્થાનમાં અને દક્ષિણપૂર્વમાં મોટા ભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે કોઇક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની પણ શક્યતા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજ સાંજ સુધીમાં રાજસ્થાનમાં પ્રવેશી વાવાઝોડું આલમસર, બૂટ, બાડમેર, સિંદરી, પટોડી, જોધપુર થઈને આગળ વધશે તેવી શક્યતા છે.

આ ઉપરાંત વાવાઝોડાની અસર પંજાબ રાજ્ય પર પણ થાય તેવી આશંકા છે. બિપરજોય વાવાઝોડું 108 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અરબ સાગરમાંથી જખૌ બંદર પાસે જમીન પર અથડાયું હતું. ઉલ્લેખનીય છે કે, વાવાઝોડાને પગલે ભારે પવન સાથે જોરદાર વરસાદ ખાબક્યો હતો.

source – vahalnodariyo