સંયુક્ત કુટુંબની અંદર જીવન જીવતા દરેક વ્યક્તિને સારી સમજણ શક્તિથી કામ લેવું પડતું હોય છે, કારણ કે મન ભેગા રાખીને જીવન જીવવું તેને સાચો પરિવાર કહેવાય છે. અત્યારના સમયમાં સગા ભાઈઓમાં તો કોઈ પણ પ્રકારના વાંધા વચકાઓ આવતા નથી, પરંતુ તેમની પત્નીઓ અંદરો અંદર લડાઈ ઝઘડો કરી બેસતી હોય છે..
જેના કારણે સંયુક્ત કુટુંબ છુટા થવા જઈ રહ્યા હોય છે, હાલ ખૂબ જ ઓછા પ્રમાણમાં સંયુક્ત કુટુંબમાં રહેતા લોકો નજરે ચડતા હોય છે. એકબીજાની બાબતો ન પહોંચાવાને કારણે સગા ભાઈઓને પણ પોતાનું ઘર જુદું કરવું પડે છે, હાલ એક દેરાણી અને જેઠાણી ની રોજરોજની માથાકૂટથી કંટાળી જઈને બે સગા ભાઈઓ એવું કામ કર્યું હતું કે સૌ કોઈ લોકોની અક્કલ ઠેકાણે આવી ગઈ હતી..
આ કિસ્સો સમાજના દરેક લોકો માટે ખૂબ જ સારો કિસ્સો સાબિત થયો છે, દરેક લોકોએ આ ઘટનાને પૂરેપૂરી વાંચવી જોઈએ અને પારિવારિક ગ્રુપની અંદર મોકલીને દરેક લોકો સુધી સારો સંદેશો પહોંચાડવાની કોશિશ કરવી જોઈએ, આ ઘટના વિષ્ણુ કૃપા વિસ્તારમાંથી સામે આવી છે..
અહીં બે માળના મકાનની અંદર અલ્પેશ અને અશોક નામના બે સગા ભાઈઓ તેમના પરિવાર સાથે રહે છે, બંને સગા ભાઈઓ નાનપણથી લઈને અત્યાર સુધી ખૂબ જ સારી સમજણથી સાથે રહેતા હતા. બંને ભાઈઓ સાથે જ વ્યવસાય પણ ચલાવતા અને પારિવારિક તેમજ વ્યવહારિક કિસ્સાઓ પણ સંભાળતા હતા..
બંને ભાઈઓની અંદર ખૂબ જ સારો તાલમેળ પણ હતો, પરંતુ તેમની બંનેની પત્નીઓ એકબીજા સાથે રોજબરોજ લડાઈ ઝઘડો કરવા બેસી જતી હતી, દેરાણી જેઠાણીને એક જ ઘરની અંદર રહેવું પોસાતું ન હોય તેવું બંને ભાઈઓને લાગતું હતું બંને ભાઈઓ સંયુક્ત કુટુંબમાં રહેવા ઇચ્છતા હતા..
પરંતુ બંનેની પત્નીઓ એક ઘરની અંદર સાથે નહીં રહી શકે તે પ્રકારની સ્થિતિ સર્જાઈ જતા બંને ભાઈઓ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા કારણ કે તેમના વ્યાપાર વ્યવસાય એક સાથે ચાલતા હતા, આ સાથે સાથે બંને ભાઈઓના બાળકો પણ હસી મજાકથી સાથે ખૂબ જ સારું જીવન જીવતા હતા..
પરંતુ તેમની પત્નીઓને કારણે ઘર છૂટું કરવાની નોબત આવી પડી હતી અને આ વાત બંને ભાઈઓને મંજૂર ન હોવાને કારણે તેઓએ એવું મગજ વાપર્યું હતું કે દેરાણી જેઠાણી બંનેની અક્કલ ઠેકાણે આવી ગઈ હતી, અશોકની પત્ની ઉર્મિલા અને અલ્પેશની પત્ની કિંજલ બંને એકબીજા સાથે લડાઈ ઝઘડો કરવા બેસી જતા હતા..
ઘરની અંદર કોની મનમાની ચાલશે અને કોનું કહેલું સૌ કોઈ લોકો માનશે તે બાબતને લઈને પણ તેઓ બોલાચાલી કરી નાખતા હતા, જ્યારે સાંજના સમયે અલ્પેશ અને અશોક બંને ઘરે આવતા ત્યારે તેમને પોતપોતાની પત્નીઓ જુદી-જુદી ચડયામણીઓ કરતી હતી અને તેમના પતિઓને પણ એકબીજા સાથે લડાઈ ઝઘડો કરાવવાની કોશિશ કરતી હતી..
પરંતુ આ બંને ભાઈઓની અંદર એટલો બધો સંપ જોવા મળતો હતો કે તેઓ ક્યારે તેમની પત્નીની વાતો ઉપર ધ્યાન આપ્યું નહીં અને બંને ભાઈઓની સંબંધની વચ્ચે તિરાડો પણ પડી નહીં પરંતુ દેરાણી અને જેઠાણી બંને હવે આ ઘરને ચલાવી નહીં શકે તેવું જ્યારે બંને ભાઈઓને લાગ્યું ત્યારે તેઓ મગજ દોડાવ્યો અને બંને ભાઈઓએ તેમની પત્નીઓને ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી..
અશોકે તેની પત્નીને જણાવ્યું કે, જો તું આ ઘરની અંદર સંયુક્ત કુટુંબમાં નહીં રહી શકે તો આ ઘરને તારી કોઈ જરૂરિયાત નથી. તું ઘર મૂકીને જઈ શકે છે અમે ઘરનું કામકાજ અને રસોઈ માટે નોકરો રાખી લઈશું, તારી આ ઘરની અંદર હવે કોઈ જરૂરિયાત નથી તું તારા પિયરે જવું હોય તો ત્યાં પણ જઈ શકે છે..
અથવા તો ઘર મૂકીને બીજે કોઈ જગ્યાએ પણ જઈ શકે છે, એમ કહીને અશોકે તેની પત્નીને ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી, આ સાથે સાથે જણાવ્યું હતું કે જો સંયુક્ત કુટુંબની અંદર રહેવા માટે તે રાજી હોય તો જ ઘરની અંદર પગ મુકજે બાકી તારી આ ઘરની અંદર કોઈ જરૂરિયાત નથી..
તો બીજી બાજુ અલ્પેશે પણ તેની પત્નીને આવા જ શબ્દો કહીને ઘરમાંથી કાઢી મૂકી હતી, અલ્પેશ અને અશોક બંનેને ખૂબ જ વિશ્વાસ હતો કે તેમની પત્નીઓની અક્કલ માત્ર પાંચ દિવસની અંદર જ ઠેકાણે આવી જશે અને તેઓ ખૂબ જ સારી રીતે એક જ ઘરની અંદર રહેવા માટે રાજી થઈ જશે..
અને એ રીતે એવું જ બન્યું માત્ર પાંચ દિવસ સુધી જ્યારે ઉર્મિલા અને કિંજલ બંને તેમના ઘર અને બાળકોથી દૂર રહી ત્યારે તેમને પરિવારની સાચી કિંમત સમજાય હતી કે જો પરિવાર આપણી સાથે ન હોય તો એકલવયુ જીવન જીવવું કેવી રીતે મુશ્કેલ બની જતું હોય છે, આ સાથે સાથે અશોકે તેની પત્નીને સમજાવી હતી કે તું તારી સગી બેનને આજ પછી ક્યારેય બોલાવતી નહીં..
જોતું તારી સગીબેન સાથે વાતચીત કરીશ તો હું તારી સાથે છુટાછેડા લઈ લઈશ, તેવી જ રીતે અલ્પેશે પણ તેની પત્નીને જણાવી દીધું હતું બંને ભાઈઓએ પોતપોતાની પત્નીઓને તેમની સગી બહેનો સાથે વાતચીત કરવાની મનાઈ કરી દીધી હતી. એ સમયે ઉર્મિલા અને કિંજલ બંનેને સમજાઈ ગયું કે તેઓ તેમની સગી બહેન સાથે વાતચીત કર્યા વગર રહી શકતા નથી..
તેવી જ રીતે આ બંને ભાઈઓ પણ એકબીજા વગર રહી શકશે નહીં અને સંયુક્ત કુટુંબની અંદર જ જીવન જીવવું પડશે, પાંચ દિવસની અંદર તેમની અક્કલ ઠેકાણે આવી જતા તેઓ પોત પોતાના ઘરે પરત આવી ગયા હતા અને ભૂલની માફી પણ માંગવા લાગ્યા હતા. કિસ્સો સમાજના દરેક લોકો માટે ખૂબ જ સારો કિસ્સો સાબિત થયો છે. જેના ઉપરથી દરેક વ્યક્તિ કોઈને કોઈ સલાહ શિખામણ લઈ શકે છે અને પોતાના જીવનની અંદર આવી સારી વાતોને ઉતારી પણ શકે છે..
લેખન સંપાદન : NaukriBix Team [તમે આ લેખ NaukriBix.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.] source : gujaratposts