અમેરિકામાં ધર્મેશ પટેલે તેના 2 બાળકો અને પત્નીને ઓટો મોડ રાખીને ટેસ્લા ગાડીમાં બેસાડ્યા અને પછી 300 ફૂટ ઉપરથી…

દેશભરમાં અવારનવાર એક્સિડન્ટના બનાવો બનતા હોય છે. ઘણી વખત વિદેશમાં રહેતા ભારતીય વ્યક્તિની હત્યા કરવાનું સામે આવે છે તો ઘણી વખત એક્સિડન્ટ થયા હોવાની જાણ મળે છે. હાલમાં અમેરિકામાં થી હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. અમેરિકામાં ભારતીય મૂળના 41 વર્ષતી રહેતા વ્યક્તિની હત્યાના પ્રયાસમાં અને બાળશોષણના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

અમેરિકામાં ધર્મેશ પટેલે તેના 2 બાળકો અને પત્નીને ઓટો મોડ રાખીને ટેસ્લા ગાડીમાં બેસાડ્યા અને પછી 300 ફૂટ ઉપરથી…

તેમના પર આરોપ લાગ્યો છે કે આ વ્યક્તિએ જાણી જોઈને તેની પત્ની અને બે બાળકો સાથે ટેસ્લા ગાડીને ઉપરથી નીચે ફેંકી દીધી હતી. અમેરિકામાં પોલીસે એક નિવેદનમાં કહ્યું કે કેલિફોનિયાના પાસાદેના ના રહેવાસી ધર્મેશ પટેલની હોસ્પિટલમાંથી છૂટી મળતા જેલ મોકલવામાં આવશે. હાઇવે પેટ્રોલ પોલીસે કહ્યું કે ધર્મેશ પટેલ તેની પત્ની અને બંને બાળકો આ અકસ્માતમાં બચી ગયા છે. તેમનું રેસ્ક્યુ સોમવારે સેન મોઢે કાઉન્ટી સ્થિતિ ડેવીલ સ્લાઈસ પહાડથી બચાવવામાં આવ્યા હતા.

રેસ્ક્યુ ઓપરેશનમાં ફાયર ફાઈટર્સને લગાવવામાં આવ્યા હતા. જેથી ચાર વર્ષની છોકરી અને નવ વર્ષના છોકરાને બચાવી લેવામાં આવ્યો હતો. ન્યૂયોર્ક ટાઈમ્સ અખબારે આ રેસ્ક્યુ ઓપરેશન ને ચમત્કારી ગણાવ્યું હતું. મળતી માહિતી અનુસાર આ ગાડી 300 ફૂટ ઊંડી ખાઈમાં પડી હતી.

પોલીસે જણાવ્યું હતું કે મળેલા સબૂત આધારે આ ઘટના જાણી જોઈને કરી હોય તેવું લાગી રહ્યું છે. કેલિફોર્નિયા ના ડિપાર્ટમેન્ટ ઓફિસરે અને ફાયર પ્રોટેકશનના કમાન્ડર બ્રાયન પોટેન્શિયલે કહ્યું કે ત્યાં હાજર લોકોએ આ દુર્ઘટના થતા જ 911 પર ફોન કરીને જાણ આપી હતી.

લોકોનું કહેવું હતું કે આટલી સ્પીડમાં ગાડી 300 ફૂટ ઊંડી ખાઈમાં પડી તો પણ તેમનું બચવું ચમત્કારિક છે. હાલ પોલીસે ધર્મેશ પટેલ વિરુદ્ધ હત્યાના પ્રયાસના મામલે અને બાળશોષણના મામલે કેસ ચલાવવાની યોજના હાથ ધરી છે. source – prenewstime