અમુક પરિસ્થિતિનો અનુભવ દરેક લોકો કરતા હોય છે કે, જે વસ્તુ આપણે વિચાર કરતા હોય અને તે જ વસ્તુઓ આવનારા સમયની અંદર આપણી સાથે રિયલ જિંદગીમાં બની જતી હોય છે. આવું ઘણી બધી વાર બની જતું હોય છે. પરંતુ અત્યારે એક દીકરીએ તેની માતાને એવી વાત જણાવી હતી કે તે સત્યમાં પરિવર્તન થવા જઈ રહી હતી.
પરંતુ સદનસીબે આ ઘટના બની શકી નથી. ભલભલા લોકોના માથા ધ્રુજાવી દે એ પ્રકારની આ ઘટના ગોંજીસર વિસ્તારની પાછળના ભાગે આવેલી ઈશ્વર કૃપા સોસાયટીની છે. આ સોસાયટીમાં અમનિશભાઈ તેની પત્ની કૃપાલીબેનની સાથે છેલ્લા ઘણા વર્ષોથી રહે છે. કૃપાલીબેનની એકની એક લાડકવાઈ દીકરી જન્મતા વેત જ ખૂબ જ અસાધારણ હતી..
તે અવારનવાર બીમાર પડી જતી અને તેનું મગજ પણ સામાન્ય વ્યક્તિના મગજ કરતાં થોડું ઓછું કામ કરતું હતું. કૃપાલીબેન તેમની દીકરીને સાચવણી કરવામાં જ આખો દિવસ ચાલ્યો જતો હતો. કારણ કે, આ દીકરીની નાની થી નાની ચીજ વસ્તુઓનું ખૂબ જ ધ્યાન રાખવું પડતું હતું..
અમીષભાઈ સવારના સમયે તેના કામ ધંધે ચાલ્યા ગયા હતા, ત્યારબાદ આ દીકરીએ તેની માતાને કહ્યું કે, મમ્મી મને ગઈ રાત્રે એક સપનું આવ્યું હતું કે હું બે દિવસમાં મરી જવાની છું. બસ આ શબ્દો દીકરીના મોઢેથી સાંભળતાની સાથે જ કૃપાલી બહેને તેમની લાડકવાઈ દીકરી મનસ્વીને સમજાવી કે, બેટા આપણે આવી વાતો ક્યારેય પણ કરવી જોઈએ નહીં..
હંમેશા આપણે સારા વિચારો જ મગજમાં લાવવા જોઈએ, પરંતુ આ શબ્દો સાંભળ્યા ના બે દિવસ બાદ જ એવી ઘટના બની જવા પામી હતી કે કૃપાલીબેન તેમજ અમનીશભાઈનો જીવ તાળવે ચોંટી ગયો હતો. તેમજ તેમના આસપાસના પડોશીઓના પણ ટાંટીયા ધ્રુજી ગયા હતા. મોટાભાગે આવા ડરામણા સપનાઓ આવવાનું એક કારણ એ હોઈ શકે છે કે..
નાની ઉંમરમાં જ દીકરા દીકરી કોઈ એવું દ્રશ્ય જોઈ લે કે, જે તેમના માટે ઉંમરની સાપેક્ષમાં ખૂબ જ ભયંકર હોય અને ત્યારબાદ ઊંઘમાં તેમને આવા ડરમણા સપનાઓ આવતા હોય છે. લાડકવાઈ દીકરી મનસ્વીને આવું ભયંકર સપનું આવ્યું હતું અને એના બે દિવસ પછી તે સોસાયટીમાં અન્ય વ્યક્તિઓની સાથે રમી રહી હતી..
ત્યારે અચાનક જ તે ચક્ર ખાઈને નીચે ઢળી પડી ગઈ અને તેનું માથું ત્યાં રહેલા ધારદાર પથ્થર સાથે અથડાવાને કારણે માથામાંથી ફુટ થઈ ગઈ અને લોહી નીકળવા લાગ્યું હતું. મનસ્વી તેના ઘરથી થોડી દૂર રમતી હોવાને કારણે તેની માતાને તેની દીકરીનો કોઈ પણ અંદાજો આવ્યો નહીં..
પરંતુ તેની સાથે રમતા કેટલાક અન્ય બાળકોએ મનસ્વીની માતાને આવીને કહ્યું કે, મનસ્વી નીચે પડી ગઈ છે. અને તેના માથામાંથી લોહી નીકળી રહ્યું છે. તરત જ કૃપાલીબેન તેમની દીકરી પાસે પહોંચી અને તેને ખોળામાં તેડીને હોસ્પિટલ જવા માટે નીકળી પડ્યા હતા. અને ત્યાં ઈમરજન્સી વોર્ડની અંદર તેની સારવાર પણ શરૂ કરી દેવામાં આવી..
ડોક્ટરે જણાવ્યું કે, હજુ આ દીકરીને હોસ્પિટલે પહોંચાડવામાં થોડું મોડું થઈ ગયું હોત તો કદાચ તમારે માઠા સમાચાર પણ સાંભળવા પડે પરંતુ તમે સદનસીબે સમયસર પહોંચી ગયા છો અને હવે આ દીકરીની હાલત બિલકુલ બરાબર છે. અને આવનારા ત્રણ દિવસની અંદર જ તે બિલકુલ સ્વસ્થ થઈ જશે..
આ ઘટના બની ત્યારથી જ કૃપાલી બેનને અવળા વહેમ પડવા લાગ્યા હતા કે, તેમની દીકરીને બે દિવસ પહેલા જે સપના આવ્યું હતું. એ સ્વપ્ન આવનારા દિવસોમાં પણ સાચું પડી શકે છે. માત્ર બે દિવસ બાદ જ તે નીચે ઢળી પડી ગઈ અને તેના માથામાંથી લોહી નીકળી ગયું હતું. પરંતુ જો આ સપનુ કદાચ સાચું પડવાનું હશે..
તો આવનારા દિવસ તેમની દીકરી માટે ખૂબ જ ગંભીર સાબિત થશે આ વાતને લઈને તેઓ ખૂબ જ મુંજવણમાં મુકાઈ ગયા હતા. આ વાતની જાણકારી તેમને તેમના પતિ અમનીશ ભાઈને આપી હતી. અમનીષભાઈ જણાવ્યું કે, આપણે ક્યારેય આવી બધી બાબતો ઉપર વિશ્વાસ મૂકવો જોઈએ નહીં..
આપણી દીકરી સાથે કશું જ ખોટું થવાનું નથી, મનસ્વી રમતા રમતા નીચે પડી ગઈ છે. અને તેના કારણે તેને ઈજા પહોંચી છે. આ વાતને લઈ તેનું બે દિવસ પહેલા આવેલું સપનું કોઈ પણ કામનું નથી. આવી વગર કામની વાતો કરીને ક્યારેય પણ મગજ ખરાબ કરવા જોઈએ નહીં. અમનીશ ભાઈએ તો આ વાત ત્યાં ને ત્યાં જ ટાળી નાખી હતી..
પરંતુ તેમના પડોશીઓ અને કૃપાલીબેન આ વાતને ટાળી શક્યા નહીં અને તેઓ મનોમન વિચારમાં મુકાઈ ગયા આમ આ વાતને લઈ તેમના પડોશમાં રહેતા લોકોના તો ટાંટીયા ધ્રુજી ગયા હતા. આવી ઘટના ભલભલા વ્યક્તિને વિચાર કરતા કરી દે છે.. source – gujaratposts