દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે ગાંધીનગરના દેહગામમાં બનેલી ઘટના સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે. આ ઘટનામાં એક પિતાએ પોતાના બે બાળકો સાથે કેનાલમાં કૂદીને સુસાઇડ કરી લીધું છે. આવું કરવા પાછળનું કારણ જાણીને ચોકી ઉઠશો. પત્ની અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને વ્યક્તિએ પોતાના બે સંતાનો સાથે કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી.
ત્રણેયના મૃતદેહને કેનાલ માંથી બહાર કાઢવામાં આવ્યા છે. આ ઘટના બનતા જ વ્રતા કોના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃત્યુ પામેલા વ્યક્તિની પત્ની અને સાસરીયાઓ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મૂળ બાલીસાણાના વતની અને હાલમાં ગાંધીનગરના દહેગામમાં રાખોલીયામાં રહેતા ચેતનસિંહ માનસિંહ ઝાલા ઘટનાના દિવસે સવારે ફોટા પાડવા જઈ રહ્યો છું.
તેમ કહીને પોતાની સાત વર્ષની દીકરી ધરતી અને ચાર વર્ષના દીકરા જયપાલસિંહને બાઈક પર બેસાડીને ઘરેથી નીકળી ગયા હતા. ત્યારબાદ ચેતનસિંહ પોતાના બાળકો સાથે બહીયલ નજીકની પસાર થતી નર્મદા કેનાલ પાસે પહોંચ્યા હતા. અહીં ચેતનસિંહએ સૌ પ્રથમ પોતાની પત્ની રાધિકાને whatsapp મેસેજ કરીને જણાવ્યું હતું કે તેઓ સુસાઇડ કરવા જઈ રહ્યા છે.
તેમ કહીને પોતાની સાત વર્ષની દીકરી ધરતી અને ચાર વર્ષના દીકરા જયપાલસિંહને બાઈક પર બેસાડીને ઘરેથી નીકળી ગયા હતા. ત્યારબાદ ચેતનસિંહ પોતાના બાળકો સાથે બહીયલ નજીકની પસાર થતી નર્મદા કેનાલ પાસે પહોંચ્યા હતા. અહીં ચેતનસિંહએ સૌ પ્રથમ પોતાની પત્ની રાધિકાને whatsapp મેસેજ કરીને જણાવ્યું હતું કે તેઓ સુસાઇડ કરવા જઈ રહ્યા છે.
મેસેજ વાંચતા જ રાધિકાએ આ વાતની જાણ પોતાના પરિવારજનોને કરી હતી. જે પરિવારના તમામ સભ્યો નર્મદા કેનાલ પાસે દોડી આવ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં તો ઘણું બધું મોડું થઈ ગયું હતું. ત્યારબાદ આ ઘટનાની જાણ સ્થાનિક તરવૈયાઓને કરવામાં આવી હતી. આ દરમિયાન ચેતનસિંહ ઝાલા અને તેમની દીકરી અને દીકરાનું મૃતદેહ નર્મદા કેનાલ માંથી બહાર કાઢવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
સુસાઇડ જેવું મોટું પગલું કરતા પહેલા ચેતનસિંહ એક સુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં તેમને લખ્યું હતું કે, “સોરી મમ્મી, પપ્પા, ભાઈ, બહેન હું આજે તમારાથી સદાય માટે દૂર થઈ રહ્યો છું. આ ચિઠ્ઠી વાંચીને તમને ખૂબ જ દુઃખ થશે પણ હું શું કરું..? મારી પત્ની રાધિકા, મારા સાસુ સુખીબેન અને મારા સાળા અલ્પેશસિંહના ત્રાસથી કંટાળીને હું આ પગલું ભરું છું.
મારી પત્ની ઘરમાં રાત દિવસ સતત મારી સાથે ઝઘડો કરતી હતી. જે કામ સ્ત્રીઓને કરવાનું હોય તે કામ પણ મારી પાસે કરાવતી હતી, મારી પત્નીએ મને મારું ગામ છોડાવ્યું, મારા માતા-પિતા, ભાઈ અને બહેન પણ છોડાવ્યા. આ ઉપરાંત ચેતનભાઇ સોસાયટી નોટમાં પોતાની ઉપર વીતેલી ઘણી બધી વાતો લખેલી હતી. source – deshimoj