Hina Khan: જ્યારથી લોકોને હિના ખાનના બ્રેસ્ટ કેન્સર અંગે માલૂમ થયુ છે તેના ફેન્સની દુ:ખી છે. તેમાં પણ હાલમાં હિના ખઆને સોશિયલ મીડિયા પર તેની જે લેટેસ્ટ પોસ્ટ શેર કરી છે તે જોઇને હિનાના ચાહકો વધુ ચિંતામાં આવી ગયા છે.
Hina Khan Instagram Post: સ્મોલ સ્ક્રિનની સ્ટ્રોગ એક્ટ્રેસ હિના ખાનને કોઈ પરિચયની જરૂર નથી. એક સમયે તેણે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ની ‘અક્ષરા’ બનીને લોકોના દિલો પર રાજ કર્યુ છે તો ‘કોમોલિકા’ બનીને ચાહકોને આશ્ચર્યચકિત પણ કર્યા હતા. અને હવે આ દિવસોમાં તે ‘ગૃહલક્ષ્મી’ તરીકે રાજ કરી રહી છે. ગત વર્ષ હિના ખાન માટે મુશ્કેલીઓથી ભરેલું હતું. કારણ કે ગત વર્ષે જ તેને ખબર પડી કે તે ત્રીજા સ્ટેજના બ્રેસ્ટ કેન્સરથી પિડીત છે. જોકે હિનાએ હિંમત હાર્યા કે ડર્યા વગર આ ભારે મુસિબતનો સામનો કર્યો છે. હિના હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના ચાહકો માટે અવાર નવાર વીડિયો અને ફોટા પોસ્ટ કરતી રહે છે. આ ઉપરાંત, તેની હેલ્થ અપડેટ્સ પણ આપતી રહે છે. હવે, હાલમાં એક્ટ્રેસે તેની એક નવી પોસ્ટ શેર કરી છે, જેના પર ચાહકોની કમેન્ટ્સ કરીને હિનાના ખબર અંતર પુછી રહ્યાં છે.
હિનાની નવી પોસ્ટથી ચિંતા વધી
હિના ખાન ઘણીવાર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. ગયા વર્ષે એક્ટ્રેસને સ્તન કેન્સર હોવાનું નિદાન થયું ત્યારથી તેના ચાહકો ચિંતિત હતા. જોકે, હિના ક્યારેય હિંમત હારી નથી. હાલમાં જ હિનાએ તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટા શેર કર્યા છે.
આ તસવીરમાં હિના નારંગી રંગની ટિ-શર્ટમાં નજર આવી રહી છે. ટૂંકા વાળ અને મેકઅપ વગર પણ તે ખૂબ જ સુંદર લાગી રહી છે. પણ આ તસવીરની સાથે તેણે એક કેપ્શન લખી છે જેણે કેટ
ચાહકોએ પોસ્ટ પર કર્યો કમેન્ટ્સનો વરસાદ
હિના ખાનની નવી પોસ્ટ જોતાં જ ચાહકો ખુશ થઈ ગયા, જ્યારે કેપ્શન પર કમેન્ટ્સની ભરમાર લાગી ગઇ છે. એક ફેને લખ્યુ છે., તું શેર ખાન છે, અમારો બહાદુર બાળક, ભગવાન તને હંમેશા સુરક્ષિત અને સ્વસ્થ રાખે. બીજા એક યુઝરે લખ્યું છે, ‘બહાદુર છોકરી’ અને સાથે હાર્ટ ઇમોજી શેર કર્યા છે.. તો અન્ય એકે લખ્યું હતું – મેડમ, તમે ખૂબ જ જલ્દી સ્વસ્થ થઈ જશો. વધુ એક ફેને લખ્યું – રીલ લાઇફમાં અક્ષરા તરીકે તમે સંઘર્ષનો સામનો કર્યો અને ઘણા લોકો માટે પ્રેરણા બની. હવે વાસ્તવિક જીવનમાં તમે મને પ્રભાવિત કર્યો છે કે કોઈ આટલું મજબૂત કેવી રીતે હોઈ શકે છે. તમે વાસ્તવિક જીવનમાં સુપરહીરો છો.
હિના ખાને કહ્યું કે તેનો બોયફ્રેન્ડ તેની તાકાત છે
હિના ખાને તાજેતરમાં એક પોસ્ટ પોસ્ટ કરી હતી જેમાં તેણે તેના બોયફ્રેન્ડ રોકીને મુશ્કેલ સમયમાં તેનો સાથ આપનાર વ્યક્તિ તરીકે વર્ણવ્યો હતો. તેણે રોકીને પોતાની તાકાત પણ ગણાવી.
લાક ચાહકો માટે ચિંતા ઉભી કરી છે. હિનાએ લખ્યું- ‘હું હંમેશા તમારું ધ્યાન રાખીશ’. આ પોસ્ટ પછી, ચાહકોએ તેમને કેટલાક પ્રશ્નો પૂછ્યા.