પ્રેમ માટે કંઈ પણ! ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે યુવકે મિત્રના જ ઘરમાં કરી ચોરી, અહેવાલ વાંચી તમારું પણ માથું ભમી જશે

વડોદરાના ખટંબા ગામમાં રૂપિયા 1.71 લાખની ચોરીનો ભેદ ઉકેલી પોલીસે એક યુવાનની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું કે, ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે પૈસા નહી હોવાથી ચોરી કરવાની જરૂર પડી હતી.

પ્રેમ માટે કંઈ પણ! ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે યુવકે મિત્રના જ ઘરમાં કરી ચોરી, અહેવાલ વાંચી તમારું પણ માથું ભમી જશે

ખટંબા ગામની સીમમાં કળશ વીલા સોસાયટીમાં રહેતા રાહુલ રમેશભાઇ સિધ્ધપુરાના માતા અને પિતા કુંભ મેળામાં હોય ત્યારે તેમના બંધ ઘરમાંથી ચોરી થઇ હોવાની ઘટના બની હતી. ચોરીની આ ઘટના અંગે પોલીસે સોસાયટીના સીસીટીવી કેમેરા ચેક કરતાં એક શંકાસ્પદ યુવક બાઇક પર જતો જણાયો હતો. પોલીસે બાઇકના નંબર તેમજ ચાલકની ઓળખ પરથી આકાશ હર્ષદ કનોજીયાને ઝડપી પાડયો હતો.

પ્રેમ માટે કંઈ પણ! ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે યુવકે મિત્રના જ ઘરમાં કરી ચોરી, અહેવાલ વાંચી તમારું પણ માથું ભમી જશે
File Pic

પોલીસને પૂછપરછમાં જાણવા મળ્યું કે, તે છેલ્લા દોઢ મહિનાથી મિત્રના ઘરે ગર્લફ્રેન્ડ સાથે રહે છે. જે ઘરમાં ચોરી કરી તેનો માલિક રાહુલ સોસાયટીની બહાર પાનનો ગલ્લો ધરાવે છે. જેથી તે વારંવાર ગલ્લા પર જતો હોવાથી રાહુલ સાથે મિત્રતા થઇ હતી. તેને ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા હતા પરંતુ રજિસ્ટર મેરેજ કરવા માટેના પૈસા નહી હોવાથી ચોરીનો પ્લાન બનાવ્યો હતો. થોડા દિવસ પહેલાં અંગત કામ માટે રાહુલની બાઇક લીધી હતી. રાહુલ બાઇકની ચાવીમાં જ ઘરની ચાવી પણ રાખતો હોવાથી આકાશે ઘરની ચાવીની ડુપ્લિકેટ ચાવી બનાવી હતી. બાદમાં ઘર ખાલી હતું ત્યારે ડુપ્લિકેટ ચાવીથી ઘર ખોલી ધોળા દિવસે આકાશે મિત્રના ઘરમાં જ ચોરી કરી હતી. ત્યારબાદ, પોલીસે સોના-ચાંદીના દાગીના કબજે કરી અને વધુ પૂછપરછ માટે બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતાં.