દર 4 મહિને ફેસ ફિલર્સ કરાવે છે 77 વર્ષના અભિનેત્રી મુમતાઝ, કહ્યું- જરૂર પડી તો પ્લાસ્ટિક સર્જરી પણ કરાવીશ

Mumtaz On Plastic Surgery: બોલિવૂડથી લઈને ટીવી ઈન્ડસ્ટ્રી સુધીની મોટાભાગની એક્ટ્રેસ યુવાન દેખાવા માટે સર્જરી કરાવતી હોય છે. એવામાં અભિનેત્રી મુમતાઝે ખુલાસો કર્યો છે કે, હું સુંદર દેખાવા માટે દર ચાર મહિને ફિલર્સ કરાવું છે. અભિનેત્રીએ એમ પણ કહ્યું છે કે જો મારે યુવાન દેખાવા માટે પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડે તો તે પણ કરાવીશ.

તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં, 77 વર્ષીય મુમતાઝે તેના ફિટનેસ રૂટિન વિશે વાત કરતા કહ્યું હતું કે, ‘હું સાંજે 7 વાગ્યે ડીનર કરી લઉં છું, એક કલાકથી વધુ કસરત કરું છું અને યોગ્ય ડાયટ લઉં છું. જો તમે કસરત નહીં કરો તો તમે સારા નહીં દેખાવ.’

મુમતાઝે 77 વર્ષની ઉંમરે ફિલર્સ કરાવ્યા

મુમતાઝે ખુલાસો કર્યો કે તેણીને ફિલર્સ કરાવ્યા છે. અભિનેત્રીએ કહ્યું- ‘મેં કોઈ ફેસલિફ્ટ કરાવ્યું નથી, પરંતુ ક્યારેક જ્યારે હું ખૂબ થાકી જાઉં છું, ત્યારે હું મારા ચહેરાની ડાબી અને જમણી બાજુએ ફિલર્સ કરાવું છું. તે એક કે બે મહિના સુધી ચાલે છે. હું દર ચાર મહિને એક વાર તે કરાવું છું.

મને હજુ સુધી ઓપરેશન કરાવવાની જરૂર લાગી નથી. જો તમને લાગે કે તમારામાં કંઈક ખામી છે, તો તમારે તેને સુધારવું જોઈએ. તેને બદલવું ગુનો નથી.’

જરૂર પડી તો પ્લાસ્ટિક સર્જરી પણ કરાવીશ

મુમતાઝે આગળ કહ્યું- ‘દરેક વ્યક્તિ સારું અને સુંદર દેખાવા માંગે છે. જો મને લાગે કે મારે કંઈક સુધારવાની જરૂર છે, તો પણ હું તેને બદલીશ. જો મારે પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડે તો પણ હું તે કરાવીશ. જો તે મને સુંદર બનાવે છે, તો કેમ નહીં! દરેક વ્યક્તિએ તે કરાવવું જોઈએ.’

મુમતાઝ છેલ્લે 1990 માં આવેલી ફિલ્મ ‘આંધિયા’ માં શકુંતલાના પાત્રમાં જોવા મળી હતી. લગ્ન પછી, તેણે તેના રૂઢિચુસ્ત પરિવારને કારણે અભિનયને અલવિદા કહ્યું હતું.

મતાઝે ખુલાસો કર્યો કે તેણીને ફિલર્સ કરાવ્યા છે. અભિનેત્રીએ કહ્યું- ‘મેં કોઈ ફેસલિફ્ટ કરાવ્યું નથી, પરંતુ ક્યારેક જ્યારે હું ખૂબ થાકી જાઉં છું, ત્યારે હું મારા ચહેરાની ડાબી અને જમણી બાજુએ ફિલર્સ કરાવું છું. તે એક કે બે મહિના સુધી ચાલે છે. હું દર ચાર મહિને એક વાર તે કરાવું છું.