કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગયો..! પડોશીના ઘરે રમવા ગયેલી પરિવારની એકની એક દીકરીનું દર્દનાક મોત… જાણો પડોશીના ઘરે તો એવું તો શું થયું હશે…

હાલમાં ભાવનગરમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ચાર વર્ષની દીકરી સાથે રમતા રમતા કંઈક એવું બન્યું કે આખો પરિવાર દોડતો થઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે ચાર વર્ષની દીકરી રમતા રમતા બિલ્ડીંગના ચોથા મળેથી અચાનક જ નીચે પડી ગઈ હતી. આ કારણોસર તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું.

કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગયો..! પડોશીના ઘરે રમવા ગયેલી પરિવારની એકની એક દીકરીનું દર્દનાક મોત… જાણો પડોશીના ઘરે તો એવું તો શું થયું હશે…

મળતી માહિતી અનુસાર આ ઘટના સુભાષ નગર નજીક આવેલ હમીરજી પાર્કની બાજુમાં આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના સી-વિંગમાં બની હતી. અહીં ચોથા માળે ગિરીશભાઈ મારૂ નામના વ્યક્તિ પોતાના પરિવાર સાથે રહે છે. ગીરીશભાઈની ચાર વર્ષની દીકરી નિત્યા બાજુમાં રહેતા પડોશીના ઘરે રમવા માટે ગઈ હતી.

આ દરમ્યાન દીકરી નિત્યા રૂમમાં રાખેલી સેટી ઉપર ચડીને બારીમાંથી નીચે જોવા માટે ગઈ હતી. આ દરમિયાન અચાનક જ દીકરી પોતાનું બેલેન્સ ગુમાવે છે અને તે ચોથા માળેથી નીચે પડે છે. સમગ્ર ઘટના બન્યા બાદ દીકરીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે દીકરીની મૃત જાહેર કરી હતી.

દીકરીના મોતના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પરિવારમાં એકની એક દીકરીનું મોત થતા જ ચારેય બાજુ માતમ છવાઈ ગયો છે. આ ઘટના બનતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. ગીરીશભાઈની એકની એક લાડલી દીકરી પડોશીના ઘરે શેટી પર ચડીને રમતી હતી. આ દરમિયાન દીકરી બારીમાંથી નીચે જોવાનો પ્રયાસ કરે છે.

ત્યારે તે ચોથા માળેથી સિદ્ધિ નીચે પડી હતી. આ ઘટના બનતા જ આસપાસના લોકો અને દીકરીના પરિવારના સભ્યો ઘટના સ્થળે પહોંચી ગયા હતા પછી દીકરીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં હાજર ડોક્ટરે દીકરીને મૃત જાહેર કરી હતી. દીકરીના મોતના સમાચાર સાંભળતા જ માતા પિતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું.

આ કિસ્સો બાળકોને એકલા રમવા મોકલતા માતા પિતા માટે ઉદાહરણ રૂપ કહી શકાય તેવો દાખલો છે. 15 દિવસ પહેલા પણ આવી જ એક ઘટના બની હતી. આ ઘટનામાં સીદસર વિસ્તારમાં એક બાળકનું પાણીના ટાંકામાં પડી જવાના કારણે મોત થયું હતું.