દરેક વ્યક્તિ તેમના પરિવાર માટે દિવસ રાત મહેનત કરીને કમાણી કરે છે, હંમેશા વ્યક્તિ વિચારતો હોય છે કે, તે જે કમાણી કરે તેનાથી તેનો પરિવાર હંમેશા ખુશ રહે અને તેમના દરેક મોજશોખ પૂરા થાય તમામ મોજ શોખને પૂરા કરતા બાદ પણ જો તેને વ્યવસ્થિત જીવન પસાર કરવા ન મળે તો એ દુઃખની ઘડી કોઈ પણ વ્યક્તિથી સહન થતી નથી..
હાલ એક યુવકને કંઈક આવા જ પ્રકારનું એક દુઃખ સહન કરવાનો વારો આવ્યો હતો, આ ઘટના સોહમભાઈ નામના એક કાપડના વેપારી સાથે બની છે. સોહમભાઈ કલાકુંજ વિસ્તારમાં તેમની પત્ની સુમિતા અને તેમના બંને બાળકોની સાથે જીવન ગુજારતા હતા. સોહમભાઈ સવારના સમયથી જ પોતાની ફેક્ટરીએ કામકાજ માટે જતા રહેતા અને સાંજે મોડેથી ઘરે પરત આવતા હતા..
તેઓ હંમેશાં પરિવારના દરેક સભ્યોના દરેક મોજ શોખને પૂરા કરવા માટે મહેનત અને મથામણ કરતા હતા, તેમની પત્નીને સોનાના શણગારનો ખુબ જ શોખ હોવાને કારણે તેઓએ કમાયેલી મૂડીમાંથી લગભગ મોટાભાગની મૂડીની સોના-ચાંદીના ઘરેણા કરાવી તેમની પત્નીને સોનાના શણગારથી સજાવી દીધી હતી..
તો બીજી બાજુ તેમની પત્ની સુમિતાબેનને તેમના પતિ પત્ની સહેજ પણ પ્રેમ ન હતો, આ બાબતનો પુરાવો હાલ સૌ કોઈ લોકોની સમક્ષ રજૂ થઈ ગયો છે એક દિવસ સોહમભાઈ જ્યારે રાતના સમયે ઘરે પરત આવ્યા ત્યારે તેના બંને બાળકો ભૂખ્યા હાલતમાં રડી રહ્યા હતા, તેઓએ તેમના બંને બાળકોને પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું કે તેમની માતા સવારના સમયથી ઘરેથી ગાયબ થઈ ચૂકી છે..
અને હજુ સુધી પણ ઘરે આવી નથી, આસપાસના પડોશીઓને પણ આ બાબતની કોઈ પણ જાણકારી નથી. જ્યારે સોહમભાઈએ તરત જ તેમની પત્ની સુમિતાને ફોન કરવાની કોશિશ કરી હતી પરંતુ સુમિતાનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો, એટલા માટે તેઓ આસપાસના વિસ્તારોમાં સુમિતાની શોધખોળ કરવા માટે નીકળી ગયા હતા..
સુમિતાની ઘણી બધી સહેલીઓને પણ આ બાબતની જાણકારી પહોંચાડવામાં આવી પરંતુ કોઈ પણ જગ્યાએથી અતો પતો ન મળતા અંતે કંટાળેલા સોહમભાઈ પોલીસ સ્ટેશનની મદદ માટે પહોંચી ગયા હતા અને ત્યાં તેઓએ ફરિયાદ નોંધાવીને પોતાના ઘરે પરત આવ્યા ત્યારે તેમને ખબર પડી કે, તેમના પડોશમાં રહેતા આશિષભાઈ નામના યુવક પણ ઘરેથી ગાયબ છે..
અને તે પણ સવારના સમયથી કોઈ પણ વ્યક્તિને મળ્યા નથી, આ બંને વ્યક્તિ એક જ સાથે ઘરેથી ગાયબ થયા હોવાને કારણે સોસાયટીના કેટલાક લોકો બંનેના પ્રેમ પ્રકરણની બાબતને લઈને શંકા કરવા લાગ્યા હતા. સોહમભાઈને આ બધી વાતો સાંભળીને ખૂબ જ દુઃખ થયું હતું કે, સોસાયટીના ઘણા બધા લોકો પ્રેમ પ્રકરણની વાતોને ફેલાવી રહ્યા છે..
અંદાજે બે કલાક બાદ સુમિતાનો ફોન આવ્યો હતો અને તેણે જણાવ્યું કે, તે તેના પડોશમાં રહેતા આશિષભાઈ નામના યુવકને ખૂબ જ પ્રેમ કરતી હતી અને આ પ્રેમ પ્રકરણને હવે તેઓ લગ્નજીવનમાં રૂપાંતરીત કરવા માંગે છે. એટલા માટે તેઓ ઘર મૂકીને ભાગી ગયા છે, તેવું હવે નવું લગ્નજીવન વિતાવી રહ્યા છે..
આ બંને બાળકોને સાચવવાની જવાબદારી તેઓ સોહમ ભાઈ ને સોંપી રહ્યા છે, તેમ કહીને અક્કલ વગરની આ પત્ની તેના પાડોશીના પ્રેમ પ્રકરણને લઈ ભાગી ગઈ હતી. બીચારા સોહમભાઈ રડી રડીને બેહાલ થઈ ગયા હતા કારણ કે, તેઓએ આજ દિન સુધીની જેટલી પણ કમાણી કરી તે તમામ કમાણી તેમણે પરિવારની ખુશીમાં વાપરી નાખી હતી..
તેમની પત્નીને અંદાજે 25 લાખ રૂપિયાના સોના ચાંદીના ઘરેણા પણ તેઓએ કરાવી દીધા હતા, સોનાથી શણગાર સજાવેલી તેમની પત્ની પોતાનું ઘર સાચવવાની બદલે તેના પડોશી પ્રેમી સાથે ભાગી જવાને કારણે પરિવાર ડોળા ફાડીને જોતો રહી ગયો હતો, સોહનભાઈના માતા-પિતાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે..
તો ઈજ્જત આબરૂના ધજાગરા ઉડી ગયા હતા, સમાજના ઘણા બધા લોકો આ વાતને લઈ જુદી જુદી ચર્ચા વિચારણાઓ કરવા લાગ્યા હતા. જ્યારે જ્યારે આપણે આવા કિસ્સાઓ સાંભળીએ છીએ ત્યારે આપણે પણ ખૂબ જ ઊંડા વિચારમાં ચાલ્યા જતા હોઈએ છીએ..