ચણા બાફવા મુકેલુ કુકર અચાનક જ ફાટતા રસોડામાં મહિલાનો જીવ ગયો, કુકરના ધડાકામાં માથું છુંદાઈ ગયેલું જોઈ લોકો ફફડી ઉઠ્યા..!

જીવનમાં ડગલેને પગલે આપણે આપણા જીવને બચાવીને રાખવો પડે છે, કારણ કે ક્યારે અજાણતા ન થવાના કારનામા થઈ જાય અને આપણો જીવ જતો રહે તેનું નક્કી હોતું નથી, અત્યારે અસ્મિતા નામની એક મહિલાનો જીવ એવી રહસ્યમય રીતે ગયો છે કે, જેને જાણ્યા બાદ રસોડામાં કામકાજ કરતી મહિલાઓ પણ ચેતી જઈને ડગલેને પગલે સાવચેતી રાખવા લાગશે..

ચણા બાફવા મુકેલુ કુકર અચાનક જ ફાટતા રસોડામાં મહિલાનો જીવ ગયો, કુકરના ધડાકામાં માથું છુંદાઈ ગયેલું જોઈ લોકો ફફડી ઉઠ્યા..!

આ ઘટના સરસવતી સોસાયટીની છે. અહીં ગલી નંબર 5ની અંદર અસ્મિતા નામની મહિલા તેના પતિ સાથે જીવન ગુજારે છે. તેના પતિ એક કંપનીમાં ખૂબ મોટા પદ ઉપર નોકરી કરે છે. જ્યારે અસ્મિતાબેન ઘર કામકાજ કરીને જીવન ગુજારે છે. અસ્મિતાબેન બપોરના પાંચ વાગ્યા આસપાસ રસોડામાં જઈને તેના દીકરાઓ માટે કુકરની અંદર ચણા બાફવા માટે મૂક્યા હતી..

તેના દીકરાને પાણીપૂરી ખુબ જ ભાવતી હોવાથી ચણા બટેકાનો મસાલો ભરીને તેઓ પાણી[પૂરી બનાવવાના હતા. તેઓએ એક કુકરમાં બટેકા બાફવા માટે મુક્યા હતા અને ત્યાર બાદ તેઓએ ચણા બાફવા માટે કુકર ગેસ ઉપર ચડાવ્યું હતું. ચણાને બાફવા માટે મૂકીને પોતે બહાર કામકાજ કરવા માટે ચાલી ગઈ હતી.

જ્યારે તે રસોડામાં પરત આવી અને આ ચણા બફાઈ ગયા છે કે નહીં તે તપાસ કરવા નજીક જતી હતી. અને એ વખતે જ અચાનક કુકર ફાટ્યું હતું અને આ કુકરનું ઢાંકણ ધડાકાભેર તેના માથામાં અથડાતા તે ચક્કર ખાઈને તેને ત્યાં જ ઢળી પડી હતી. આ ધડાકો એટલો બધો જોરદાર હતો કે, તેનું માથું છુંદાઈ ગયુ હતું..

તેનો જીવ જતો રહ્યો અને તેના મોઢામાંથી એક અંતિમ ચીખ પણ નીકળી નહીં. એવી રીતે દર્દનાક મૃત્યુ થતાં તેના દીકરાએ આસપાસના પડોશીને બોલાવ્યા અને જણાવ્યું કે, તેના ઘરે કુકર ફાટ્યું છે. અને તેની માતા જમીન ઉપર ઢળી પડી છે. અને કશું જવાબ આપતી નથી. આસપાસના પડોશીઓ ત્યાં આવી પહોંચ્યા તરત જ અસ્મિતાબેનના પતિ શિવાભાઈને ફોન કરીને જાણકારી પહોંચાડવામાં આવી કે..

તેમની પત્ની જવાબ આપતી બંધ થઈ ગઈ છે. અને કુકર ફાટવાના કારણે તેને માથાના ભાગે ચીથડે ચીથડા ઉડી ગયા છે. તેઓ તરત જ પોતાની નોકરીએથી ઘરે પરત આવ્યા હતા. અને તેમની પત્નીને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા, પરંતુ ત્યાં સારવાર કરનાર ડોક્ટરે જણાવ્યું કે, અસ્મિતાબેનનું મૃત્યુ થઈ ચૂક્યું છે.

કારણ કે તેમને માતાના ભાગે ખૂબ જ ઊંડો ઘા વાગ્યો છે અને વધારે પડતું લોહી નીકળી જવાને કારણે તેમનો જીવ બચી શક્યો નથી, આ સમાચાર સાંભળતા જ શિવાભાઈના હોશ છૂટી ગયા હતા. તો બીજી બાજુ તેમનો આઠ વર્ષનો દીકરો પણ વારંવાર પૂછવા લાગ્યો હતો કે, તેની માતા શા માટે કશું બોલતી નથી અને શા માટે તેની માતાને હોસ્પિટલે લઈ જવામાં આવી છે.

બિચારા દીકરાને એવી તો શું ખબર કે તેની માતાનું મૃત્યુ થઈ ગયું છે અને હવે તેને આખી જિંદગી માતાની છત્રછાયા વગર જ વિતાવવી પડશે. રસોડાની અંદર આ કુકર કેવી રીતે ફાટ્યું…? અને એવી તો શી ઘટના બની કે અચાનક જ આ મહિલાનું મૃત્યુ થઈ ગયું, વગેરે જેવા કારણોની તપાસ કરવા માટે નજીકના પોલીસ સ્ટેશનના અધિકારીઓ ગલી નંબર 5 ના આ મકાનમાં આવી પહોંચી હતી. source – dharmikofficial