કામવાળી રાખતા પહેલા 100 વાર વિચારજો… રાજકોટમાં વૃદ્ધાને બંધક બનાવી કામવાળીએ 15 લાખની લૂંટ ચલાવી

રાજકોટ: લોકો પોતાનું ઘર કામવાળીના ભરોસે મૂકી જતાં હોય છે. ત્યારે કામવાળી દ્વારા ચોરીના અનેક બનાવો સામે આવી ચૂક્યા છે. આ દરમિયાન વધુ એક ચોંકાવનારો કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે. કામવાળીના ભરોસે રહેતા પહેલા ચેતવા જેવો કિસ્સો સામે આવતા સતત ચર્ચામાં છે. જેમાં રાજકોટના પોશ વિસ્તારમાં વૃદ્ધાને બંધક બનાવી અને સાગરીતો સાથે મળી 15 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ છે. આ મામલે પોલીસે cctv ના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

કામવાળી રાખતા પહેલા 100 વાર વિચારજો… રાજકોટમાં વૃદ્ધાને બંધક બનાવી કામવાળીએ 15 લાખની લૂંટ ચલાવી

રાજકોટમાં 15 લાખની લૂંટના બનાવથી ભારે ચર્ચા ઉઠી છે. રાજકોટના પોશ વિસ્તાર ગણાતા ઇન્દિરા સર્કલ નજીક કોહીનૂર એપાર્ટમેન્ટમાં કામવાળીએ ઘરમાં વૃદ્ધાને બંધક બનાવી અને સાગરીતોનો સહારો લઈ 15 લાખની લૂંટ ચલાવી છે. આરોપીઓ લૂંટ ચલાવી ફરાર થઈ ચૂક્યા છે. ત્યારે પોલીસે આ મામલે ગુનો નોંધી અને તપાસ શરૂ કરી છે. હાલમાં પોલીસ CCTV આધારે લૂંટ કરનાર કામવાળી અને તેના સાગરીતની શોધખોળમાં લાગી છે.

આરોપીઓ પકડથી દૂર
કોહિનૂર એપાર્ટમેન્ટમાં વૃદ્ધાને બંધક બનાવી લૂંટની આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. લૂંટના આરોપીને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે અને લગભગ 200 જેટલાં CCTV કેમેરા પણ ચકાસ્યા છે, ઘટનાને 48 કલાકથી વધુનો સમય થઇ ગયો છે છતાં આરોપી પોલીસ પકડથી દૂર છે. બીજી તરફ કામવાળીના ભરોસે ઘર છોડનાર પર પણ લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ત્યારે રાજકોટમાં લોકો પણ હવે ડરી રહ્યા છે.

મહિલા 4 મહિનાથી ઘરકામ માટે આવતી
લૂંટમાં ભોગ બનનાર વૃધ્ધા ઉર્વશીબેન રાજેન્દ્રભાઇ અનડકટ, લોહાણા (ઉં.વ.63)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા પતિ કંટ્રકશન કામ કરે છે. મારો દિકરો અસીમ તથા તેની પત્નિ ધારા જેના બે બાળકો અમારી સાથે રહે છે. આજથી આશરે ચાર મહિના પહેલા હું અમારા એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફોલરમાં ઉભી હતી, ત્યારે સુશીલાબેન નેપાળી નામની એક બહેને મને જણાવેલ કે, મારે ઘરકામની જરૂર છે.

તેમ વાત કરતા મેં મારે ત્યા કામ કરવા જણાવેલ અને આ સુશીલા નેપાળી આશરે ચાર મહિનાથી મારા ઘરે ઘરકામ કરવા માટે આવતી હતી. જેમાં છેલ્લા પંદરેક દિવસથી સુશીલા અમારે ત્યાં ફ્લેટમાં અમારી સાથે રહેતી હતી અને સુશીલાને મહિને રૂ.6000 પગાર ચુકવતા હતા.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં છેલ્લા એક વર્ષમાં થયેલ 3 લૂંટની ઘટના આજે પણ અનડીટેક્ટ છે. ત્યારે ગઈકાલે થયેલ વધુ એક લૂંટની ઘટનામાં આરોપીઓને પકડી પાડવામાં પોલીસને ક્યારે સફળતા મળશે તે જોવું મહત્વનું રહેશે.

રાજકોટમાં થયેલ 3 લૂંટ હજુ પણ અનડિટેક્ટ

  1. ​​​​​​​​​​​​​​6 જૂન 2022 માધાપર ચોક નજીક બાલાજી વેફર્સ ગોડાઉનમાં સિક્યોરિટી ગાર્ડને બંધક બનાવી 1.95 લાખની લૂંટ ચલાવી હતી.
  2. 12 ફેબ્રુઆરી 2023 ના રોજ કુવાડવા રોડ પર 6 શખ્સોએ 10.87 લાખની લૂંટ ચલાવી હતી.
  3. માર્ચ 2023 માં ભગવતીપરા વિસ્તરામાં પરિવારને ધમકાવી છરીની અણીએ ત્રિપુટીએ 88,500 ની લૂંટ ચલાવી હતી.

News Source – gujarattak