Titanic Sinks/ 111 વર્ષ પછી ટાઈટેનિકની 3D તસવીરો આવી સામે, કાટમાળ જોઈ તમે પણ કહેશો વાહ..!

Titanic ડૂબ્યાને 111 વર્ષ વીતી ગયા છે. પરંતુ હજુ પણ આ જહાજ ચર્ચામાં છે. 15 એપ્રિલ 1912ના રોજ આ જહાજ ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં ડૂબી ગયું હતું. તેના અવશેષો હજુ પણ દરિયામાં જોવા મળે છે. તેની ઘણી તસવીરો આજે પણ સોશિયલ મીડિયા પર ફરતી જોવા મળે છે. હવે આ જહાજની 3D તસવીરો બહાર પાડવામાં આવી છે. આ તસવીરો જોઈને તમે પણ કહેશો જો કાટમાળ આટલો જાજરમાન છે તો જહાજ કેટલું સુંદર હશે.

Titanic Sinks/ 111 વર્ષ પછી ટાઈટેનિકની 3D તસવીરો આવી સામે, કાટમાળ જોઈ તમે પણ કહેશો વાહ..!

આ તસવીરોમાં Titanic જહાજના ભંગારનાં ખૂબ જ સુંદર ચિત્રો જોવા મળે છે. આ માટે રિમોટ દ્વારા દરિયાની અંદર લગભગ 200 કલાકનું સ્કેનિંગ કરવામાં આવ્યું છે. સ્કેનિંગ સમયે ટાઇટેનિક જહાજના કાટમાળના લગભગ સાત લાખ ફોટોગ્રાફ લેવામાં આવ્યા છે. પ્રથમ વખત જહાજના દરેક દૃશ્યને ડિજિટલી બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

Titanic Sinks/ 111 વર્ષ પછી ટાઈટેનિકની 3D તસવીરો આવી સામે, કાટમાળ જોઈ તમે પણ કહેશો વાહ..!

3ડી સ્કેનિંગની મદદથી Titanic જહાજનો ભંગાર પાણી વગર બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ માટે કેમેરાના દરેક એંગલનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી જોનાર જાણી શકે કે તે સમયે જહાજ કેવું દેખાતું હશે.

Titanic Sinks/ 111 વર્ષ પછી ટાઈટેનિકની 3D તસવીરો આવી સામે, કાટમાળ જોઈ તમે પણ કહેશો વાહ..!

તેના ડેકને જોતા, એવું લાગે છે કે તે ખૂબ મોટું હતું. આ જહાજમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ હતી. ઉલ્લેખનીય છે કે, 1912માં ટાઇટેનિક જહાજ બરફના ખડક સાથે અથડાયું હતું અને ડૂબી ગયું હતું. આ અકસ્માતમાં 1500 લોકોના મોત થયા હતા. બોર્ડમાં 2,224 લોકો સવાર હતા.

Titanic Sinks/ 111 વર્ષ પછી ટાઈટેનિકની 3D તસવીરો આવી સામે, કાટમાળ જોઈ તમે પણ કહેશો વાહ..!

ખડક સાથે અથડાયાના બે કલાક પછી જહાજ ડૂબી ગયું. તે દરમિયાન જહાજમાં બહુ ઓછી લાઇફબોટ રાખવામાં આવી હતી, કારણ કે તેને બનાવનારાઓએ ક્યારેય વિચાર્યું ન હતું કે આ જહાજ અકસ્માતનો શિકાર બનશે. આ જહાજને બનાવવામાં મોટી રકમનું રોકાણ કરવામાં આવ્યું હતું. તે સમયે તે સૌથી મોટું જહાજ હતું. આઇસબર્ગ સાથે અથડાતા જહાજમાં ચેતવણીઓ આપવામાં આવી હતી. પરંતુ તેની ઝડપ અંત સુધી ઓછી થઈ ન હતી. પાછળથી ઘણું મોડું થઈ ગયું હતું, આઇસબર્ગ વહાણની ખૂબ નજીક આવી ગયો હતો.