ગાંધીનગરના નભોઈ પાસે કેનાલમાં કાર ખાબકવાની ઘટના બની છે. નર્મદાની મુખ્ય કેનાલમાં કાર ખાબકી હતી. કારમાં 4થી5 લોકો સવાર હોવાનો પ્રત્યક્ષ દર્શીએ દાવો કર્યો છે.
ગાંધીનગર: ગાંધીનગરના નભોઈ પાસે કેનાલમાં કાર ખાબકવાની ઘટના બની છે. નર્મદાની મુખ્ય કેનાલમાં કાર ખાબકી હતી.
કારમાં 4થી5 લોકો સવાર હોવાનો પ્રત્યક્ષ દર્શીએ દાવો કર્યો છે. અત્યાર સુધી 2 મૃતદેહ ફાયરના જવાનોએ બહાર કાઢ્યા છે. કેનાલમાં ખાબકેલી કાર પણ ફાયરના જવાનોએ બહાર કાઢી હતી.
હજુ પણ 2થી3 લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. મૃતકો અને ગુમ થયેલા લોકો ક્યાંના છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
#WATCH | Gujarat: A car fell into a canal in Gandhinagar. Rescue operation being carried out. pic.twitter.com/Qwdf3TbnKv
— ANI (@ANI) July 1, 2025
બે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા
આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા તાત્કાલિક ઘટના સ્થળે ટીમ પહોંચી હતી. ફાયરના જવાનોએ રેસ્ક્યૂ હાથ ધર્યું હતું. શોધખોળમાં બે લોકોનાં મૃતદેહ ફાયર દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે. જેમાં એક યુવક અને યુવતીનો સમાવેશ થાય છે. જ્યારે બે લોકો ગુમ હોવાની આશંકા છે.
અહેવાલ અનુસાર, ગાંધીનગરના નભોઇ ગામ નજીક આવેલી નર્મદા કેનાલમાં અચાનક કાર ખાબકતાં કારમાં સવાર પાંચ લોકો ડૂબ્યા હોવાની આશંકા છે. ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે એક યુવક અને યુવતી સહિત બે લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. જ્યારે અન્ય બે લોકોની શોધખોળ ચાલી રહી છે. કાર કેવી રીતે કેનાલમાં ખાબકી તે અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી પ્રાપ્ત થઇ નથી. ફાયર બ્રિગેડ દ્વારા હાલમાં કામગીરી ચાલી રહી છે.
કાર કેનાલમાં ખાબકતા લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. હાલમાં કેનાલ નજીક લોકોના ટોળા ઉમટી પડ્યા છે. પોલીસ પણ સ્થળ પર પહોંચી છે. ફાયરના જવાનો દ્વારા કેનાલમાં હજુ શોધખોળ ચાલી રહી છે.આશંકા છે કે હજુ કેટલાક લોકો કેનાલમાં ડૂબ્યા છે. પ્રત્યક્ષદર્શની જણાવ્યા મુજબ કારમાં પાંચ લોકો સવાર હતા. એવામાં અન્ય લોકોની શોધખોળ ચાલી રહી છે. સ્થાનિક લોકોએ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સફળતા નહોતી મળી.
એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે કાર પૂરપાટ ઝડપે આવી અને અચાનક કેનાલમાં ખાબકી હતી. આ કારમાં પાંચ લોકો સવાર હતા. હોમગાર્ડના જવાને દોરડું બાંધીને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સફળતા મળી ન હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી.
પોલીસે જણાવ્યું કે, કીયા સેલ્ટોલ કાર અચાનક જ કોઈ કારણસર કેનાલમાં પડી હતી. ઘટનાની જાણ થતાં ફાયરની ટીમે તપાસ હાથ ધરી હતી અને બે મૃતદેહ મળ્યા છે. ગાડીમાંથી મળેલા બે મૃતદેહની આશરે ઉંમર 20થી 25 વર્ષ છે. એક મહિલાનો અને એક પુરુષનો મૃતદેહ છે. પ્રથામિક તબક્કે પુરુષનું નામ હર્ષ બારોટ હોવાનું જાણવા મળ્યું છે, તે નિકોલ અથવા ખોડીયારનગરનો રહેવાસી છે.
મહિલાના મૃતદેહ પર ખુશી નામનું ટેટૂ કરેલું છે. તે મહિલા કોણ છે, તેની પણ અમે તપાસ કરી રહ્યા છે. જ્યારે ત્રણથી ચાર લોકો હોવાની વાત હજુ સુધી કન્ફોર્મ થઈ નથી. શરૂઆતમાં એવું માનવામાં આવ્યું હતું કે ચારથી પાંચ લોકો ગાડીમાં સવાર હતા. પરંતુ અત્યાર સુધી તરવૈયાઓને કોઈ અન્ય મૃતદેહ મળ્યો નથી.