માં મોગલ ના પરચા તો અપરંપાર છે. જો સાચા દિલથી માં મોગલને માંડવામાં આવે તો માં મોગલ પોતાના ભક્તોને ક્યારેય દુઃખો કરતી નથી. ખાલી માં મોગલનું નામ લેવાથી ભક્તોના તમામ દુઃખો દૂર થઈ જાય છે. એટલે જ માં મોગલ અને અઢારે વર્ણની માતા કહેવામાં આવે છે. માં મોગલ એ અત્યાર સુધીમાં લાખો ભક્તોને પોતાના પરચા બતાવ્યા છે. માત્ર આપણા દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ માં મોગલની ખ્યાતિ ફેલાયેલી છે.
ત્યારે આજે આપણે માં મોગલએ આપેલા એક પરચા વિશે વાત કરવાના છીએ. એક માતા પિતા ખૂબ જ દુઃખમાં કચ્છમાં આવેલા કબરાઉ ધામ માં મોગલના ચરણે આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા. તેઓ અહીં પોતાનો એકનો એક દીકરો સાજો થઈ જાય તે માટે આવ્યા હતા. માતા-પિતા ખૂબ જ આશા લઈને માં મોગલના ચરણમાં આવ્યા હતા.
ત્યારે અહીં બિરાજમાન મણીધર બાપુએ દીકરાના માતા પિતાને પૂછ્યું હતું કે, બેટા તારે શું તકલીફ છે. ત્યારે દીકરાના પિતાએ જણાવ્યું હતું કે, તો આ અમારો એકનો એક દીકરો છે અને તેની બંને કિડનીઓ ખરાબ થઈ ગઈ છે. અમે ઘણી દવાઓ કરાવી અને ઘણા બધા ડોક્ટરોને બતાવ્યું.
ડોક્ટરનું કહેવું છે કે દીકરાને નવી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવી પડશે અને એના સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. બાપુ અમે ખૂબ જ દુઃખી છીએ અને હવે તો અમને કોઈ રસ્તો પણ દેખાતો નથી. એટલા માટે હવે અમે માં મોગલના ચરણમાં આવ્યા છીએ. માતાજી મોગલ અમારા દીકરાનું દુઃખ દૂર કરે અને તેને સાજો કરે તેવી અમારી ઈચ્છા છે.
ત્યારે મણીધર બાપુએ દીકરાનો હાથ પોતાના હાથમાં લીધો હતો અને કહ્યું હતું કે મારી આ બંને કિડનીઓ તેમાં લાગી જાય અને તારું દુઃખ હું લઈ લઉં છું. માં મોગલ પર વિશ્વાસ રાખજે તારું દુઃખ દૂર થઈ જશે અને આ દુઃખ દૂર થવા માટે તમને એક ખૂબ જ સારો એવો રસ્તો મળી જશે અને તમારે હવે દુઃખી થવાની જરૂર નથી
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)