નાના બાળકોનું મન ખૂબ જ ચંચળ હોય છે. તેઓ હંમેશા અન્ય કોઈ બાળકોની ચીજ વસ્તુઓ જોઈને પોતાને પણ એવી ચીજ વસ્તુઓ જોઈએ છીએ તેવી જીદ પકડીને પણ બેસી જતા હોય છે, તેમાંથી ઘણી બધી જીદ બાળકોના માતા પિતા પૂર્ણ પણ કરે છે. જ્યારે અમુક જીદોને પૂર્ણ કરવામાં આવતી નથી.
રંતુ અત્યારે માત્ર આઠ વર્ષની એક દીકરીની જીદ મા-બાપને આટલી બધી ભારે પડી ગઈ છે કે, જેના વિશે જાણીને તમારા પણ કાળજા ફાટી જશે. આ બનાવો ચંદ્રનગરનો છે. અહીં મકાન નંબર 11માં રાજેશ્વરી બેન નામની મહિલા તેના પતિ પરિમલભાઈ તેમનો અઢી વર્ષનો દીકરો સાહિલ તેમજ આઠ વર્ષની દીકરી પરીની સાથે રાજી ખુશીથી જીવન જીવે છે.
તેઓ તેમની દીકરી પરી ને સાથે લઈને શાકમાર્કેટમાં શાક લેવા માટે ગયા હતા અને ત્યાંથી તેઓ પરત આવી રહ્યા હતા. એ વખતે ફરી અન્ય એક બાળકના હાથમાં બરફની પેપ્સી જોઈ હતી. બસ આ જોતાની સાથે જ તેણે પણ બરફની પેપ્સી ખાવાની જીદ પકડી લીધી હતી. રાજેશ્વરી બેને તેમની આઠ વર્ષની દીકરી પરીને બરફની લઈ આપવાની મનાઈ કરી હતી.
તેઓએ જણાવ્યું કે, તને અત્યારે શરદી થઈ છે. એટલા માટે તને બરફની પેપ્સી ખાવા દેવાની નથી. તને જ્યારે શરદી મટી જશે ત્યારબાદ તેને પેપ્સી લઈ આપવામાં આવશે. પરંતુ આ દીકરી જીદે ચડી હતી અને તે વારંવાર તેની માતાને બરફની પેપ્સી લઈ આપવાનું જણાવતી હતી. તેવો શાકમાર્કેટેથી શાક લઈને ઘરે પણ પહોંચી ગયા હતા.
છતાં પણ આ દીકરીની જીદ છૂટી નહીં અને અંતે આઠ વર્ષની આ દીકરી બોલી કે, તમારે મને પેપ્સી ન લઈ દેવી હોય તો હું આ ઘરની અંદર આવીશ નહીં. બસ એટલું કહીને તે સોસાયટીની બહાર દોટ મુકવા લાગી હતી. દોડતી દોડતી હતી તે સોસાયટીના ગેટની બહાર નીકળી ગઈ હતી અને ત્યાં જ એક ડમ્પર ચાલકે માત્ર આઠ વર્ષની ફુલ જેવી આ દીકરીને અડફેટે લઈ લીધી હતી.
સોસાયટીના ગેટમાંથી બહાર નીકળીને રસ્તો ઓળંગવા જઈ રહી હતી એ વખતે અચાનક જ એક ડમ્પર ત્યાં આવી પહોંચતા ડમ્પરનું ટાયર આ બાળકીના માથા ઉપરથી ફરી વળ્યું હતું અને ઘટના સ્થળે તેનો ફટાકડો બોલી ગયો હતો. ત્યારે સોસાયટીના અન્ય રહેશો રાજેશ્વરી બેનના ઘર પાસે આવ્યા અને તેઓને જણાવ્યું કે તમારી દીકરીનો અકસ્માત થયો છે.
અને સોસાયટીના ગેટ પાસે જ તેનું ખૂબ જ દર્દનાક રીતે મોત થઈ ગયું છે, ત્યારે આ સમાચાર સાંભળીને રાજેશ્વરી બેનનું કાળજું ત્યાં ને ત્યાં જ ફાટી ગયું હતું અને તેઓ પણ ચક્કર ખાઈને નીચે ઢળી પડ્યા હતા. કેટલાક લોકોએ પરિમલભાઈને પણ જાણકારી પહોંચાડી દીધી હતી તાબડતો પરિવાર એકઠો થઈ ગયો અને આ બાળકીની સારવાર માટે આમથી આમ દોડાદોડી કરવા લાગ્યો હતો.
પરંતુ માત્ર આઠ વર્ષની આ દીકરીનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું, રાજેશ્વરી બેન પણ વારંવાર તેની દીકરીના મૃત્યુને લઈને રડવા લાગતા હતા. તેઓ વિચારવા લાગ્યા કે, કદાચ તેઓએ તેમની દીકરીની જીદ પુરી કરી દીધી હોત તો આજે તેમને આ દિવસ જોવાનો વારો આવેત નહીં. તો બીજી બાજુ તેમના આડોશ પડોશના લોકો પણ આ પરિવારને આશ્વાસન પાઠવી રહ્યા હતા.
source – dharmikofficial